ટ્રમ્પ સામે કોલંબિયાની શરણાગતિ, દેશનિકાલ પ્રેસિડેન્શિયલ વિમાનની ઓફર
ટ્રમ્પ સામે કોલંબિયાની શરણાગતિ, દેશનિકાલ પ્રેસિડેન્શિયલ વિમાનની ઓફર
Blog Article
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ઇમિગ્રન્ટ્સની ફ્લાઈટ્સ સ્વીકારવા સહિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તમામ શરતોને સ્વીકારવા સંમત થયા બાદ અમેરિકાએ કોલંબિયા પરના પ્રતિબંધો અને ટેરિફને અટકાવી દીધી છે, એમ વ્હાઉટ હાઉસે જણાવ્યું હતું.
કોલમ્બિયાના પ્રેસિડન્ટ પેટ્રોએ કોલમ્બિયન ઇમિગ્રન્ટને લઇ આવતા અમેરિકાના બે મિલિટરી વિમાનોને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો અને બંને વિમાનો પાછા મોકલ્યા હતાં. આ પછી ટ્રમ્પ રોષે ભરાયા હતાં. યુએસ પ્રમુખે તેમના વહીવટીતંત્રને તાત્કાલિક અને નિર્ણાયક વળતા પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. તેમણે વિઝા પ્રતિબંધો અને તમામ કોલમ્બિયન પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફનો આદેશ આપ્યો હતો, જે એક સપ્તાહમાં વધારીને 50 ટકા કરવામાં આવશે.
ટ્રમ્પની ધમકી પછી કોલંબિયાની સરકારે તરત જ જવાબ આપ્યો કે તે યુનાઇટેડ સ્ટેટ્સથી તેના લોકોની ગૌરવપૂર્ણ વાપસી માટે પ્રેસિડન્ટનું વિમાન મોકલી રહ્યું છે.